જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો

કેસની તપાસ માટે માંગી હતી લાંચ, આરોપી મહિલા PSI ફરાર

જામનગરમાં સીટી બી પોલીસ મથક નજીક મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર 5 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે. આ જ્યારે આ ગુનામાં મહિલા PSI ફરાર છે.

જામનગરમાં રહેતા એક વ્યકિત પાસે સાસરા પક્ષના કોઇ વ્યકિત સાથે ઝઘડાનો મામલો મહિલા પોલીસ મથકે પહોચ્યો હતો,જે કેસમાં શહેરીજન પાસેથી રૂ.દશ હજારની લાંચની માંગણી કરાઇ હતી,જેમાં રકઝક બાદ રૂ.પાંચ હજારની રકમ આપવાની માંગણી કરાઇ હોવાની આ સંબંધિત આસામીએ રાજયના એસીબી મથકમાં ફરીયાદ કરી હતી. જે ફરીયાદના આધારે એસીબી પીઆઇ એ.ડી.પરમાર અને સ્ટાફે શુક્રવારે મોડી સાંજે જી.જી. હોસ્પીટલ રોડ પર કોમ્પલેક્ષ પાસે ટ્રેપ ગોઠવી હતી.જે છટકા વેળાએ એસીબીએ મહિલા પીએસઆઇ યુ.આર. ભટ્ટ વતી રૂ.5 હજારની લાંચ સ્વીકારતા પોલીસ મથકના ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલાને પકડી પાડી સ્થાનિક એસીબી કચેરીએ લઇ ગયા હતા. જયારે મહિલા પોલીસ અધિકારીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના સતત ધમધમતા અંબર સિનેમા રોડ પર એસીબીની ટ્રેપના પગલે લોકો એકત્રિત થયા હતા. પોલીસ કર્મચારી મહિલા પોલીસ અધિકારી વતી લાંચ લેતા પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

 21 ,  1