અમદાવાદ : સનકી પતિએ પત્ની અને દીકરા પર કર્યો એસિડથી હુમલો, બન્ને સારવાર હેઠળ

બાપુનગરમાં એસિડ અટેક: પતિએ પત્ની અને દીકરા પર ફેંક્યુ એસિડ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સનકી પતિએ પત્ની અને પુત્ર પર એસિડ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કામ ધંધા વગરના બેકાર પતિ સામે બાપુનગર પોલીસ મથેક ફરિયાદ દાખલ થઇ છે. પત્નિને ઘરમાંથી કાઢી મુક્યા બાદ સાથે રહેવા દબાણ કરતો હતો અને જ્યારે પત્ની ન માની તો તેણે પત્નીના પિયરમાં જઇને એસિડ ફેંક્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આ મામલ વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ માતા અને પુત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

છ મહિના પહેલા ઘરમાંથી કાઢી મુકેલી પત્નીની સાથે રહેવા આરોપી પતિ વિનોદ રામપ્રકાશ ચીખે જીદ પકડી હતી. અવાર અવાર નવાર બાપુનગર ઉમંગ ફ્લેટમાં ભાડેથી રહેતી પત્નીને ત્રાસ આપતો હતો અને સાથે રહેવાનું કહેતો હતો. જો કે મહિલા પતિ સાથે રહેવાનું ના કહેતા એસિડ હુમલાની ધમકી આપી હતી.

મહિલાએ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા આરોપી વિનોદ ઘરે આવ્યો હતો. અને પત્નીને હંમેશા સાથે રહેવા આગ્રહ કર્યો હતો. જો કે પત્નીએ પતિની વાત ન માની અને ત્યાંથી નિકળી જવા માટે કહ્યું હતું. ત્યારે પતિએ ધમકી આપતા કહ્યું હતું કે, શાંતિ સે જીને નહીં દુંગા ઔર એક દિન તુમ સબપે એસિડ એટેક કરૂંગા…

ગત મોડી રાતે મહિલા તેના બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન અડધી રાતે આરોપી વિનોદ પીડિત મહિલાના ઘેર આવ્યો હતો. અને સુઇ રહેલી પત્ની પર એસિડથી હુમલો કર્યો હતો. જો કે મહિલાની બાજુમાં સૂતેલો પુત્ર પણ એસિડ હુમલાનો ભોગ બન્યો હતો. એસિડ હુમલા બાદ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો. જો કે મહિલાએ આ ઘટનાને અંજામ આપનાર તેના પતિને ભાગતો જોઇ ગઇ હતી. બાદમમાં ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

હાલ આ મામલે પોલીસે આરોપી વિનોદ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર