અર્થતંત્રમાં આવશે ગતિ, 9% દરે વધશે GDP

જાણીતી બ્રોકરેજ ફર્મ સુઈસ દ્વારા દેશના GDPને લઈને અનુમાન

જાણીતી બ્રોકરેજ ફર્મ સુઈસ દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય અર્થવ્યવસ્થા માટેનું અનુમાન 9 % સુધી કરી દેવામાં આવ્યું છે. કોરોના કાળમાં દુનિયાના દેશોની અર્થવ્યવસ્થાઓને ભારે ઝટકો લાગ્યો હતો. જો કે વેકસીનેશનમાં વધેલી ઝડપ અને સંક્રમણના ઘટેલા કેસના કારણે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. આના કારણે આર્થિક ગતિવિધિને ફરીથી પાટા પર આવવા લાગી હતી. અના કારણે અર્થવ્યવસ્થા ફરીથી અગ્રેસર થઈ ગઈ છે. 

ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરીએ તો તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તમામ રેટિંગ એજન્સીઓના અનુમાન તેની સાક્ષી પૂરે છે. હાલમાં જ સ્વિત્ઝરલેંન્ડની બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈસે પણ આગળના નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 9% ના દરે આગળ વધે તેવી આગાહી કરવામાં આવી છે. 

ક્રેડિટ સુઈસે કહ્યું હતું કે ભારતમાં આર્થિક ગતિવિધિ સકારાત્મક રહેશે અને આગળના વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 9% રહેશે તેવી સંભાવના છે. બ્રોકરેજ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર લગભગ 10.5% રહેશે તેવું અનુમાન છે.  જો કે રેટિંગ એજન્સી દ્વારા અગાઉ દર્શાવવામાં આવ્યું હતું તે અનુમાન  8.4 થી 9.5% કરતાં પણ ઘણું વધારે હતું. 

ક્રેડિટ સુઈસ એશિયા પેસિફિક માટે ઇક્વિટી રણનીતિ મામલે સહ-પ્રમુખ નીલકંઠ મિશ્રાની વાત માનીએ તો જીડીપી અનુમાનમાં વૃદ્ધિની આશા છે કારણ કે આર્થિક  ફેરફારોની ગતિ સાચી દિશામાં છે . 

તેમણે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં પોઝિટિવ ગતિવિધિઓ ચાલુ રહેવાના કારણે ઘણી આશાઓ જાગી રહી છે. આગળના ત્રણથી છ મહિનામાં ઓછી આવક વાળી ઘણી નોકરીઓની સ્થિતિ સરખી થઈ જશે. 

હાલ નાણાકીય વર્ષ 2021-22 માટે દેશનો જીડીપીનો આંકડો જોઈએ તો જુલાઇ-સપ્ટેમ્બર  એ ત્રણ મહિના  રમિયાન દેશનો જીડીપી 7.4 થી વધીને 8.4 % થઈ ગયો છે.  RBI એ રિયલ GDP GROWTH નું અનુમાન 9.5 % જેટલું જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. 

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી