અનિલ દેશમુખની EDએ આટલા કરોડની સંપત્તિ લીધી ટાંચમાં

પૂર્વ ગૃહ પ્રધાન પર PMLA અંતર્ગત EDની મોટી કાર્યવાહી

મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને રૂ.100 કરોડની વસૂલી કાંડમાં 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ જોડાણનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

72 વર્ષના દેશમુખ ઓછામાં ઓછા ત્રણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના સમન્સમાં પૂછપરછ માટે હાજર થયા નથી. આ અગાઉ તેમના પુત્ર હ્રષિકેશ અને પત્નીને પણ સંઘીય તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓએ પણ સાક્ષી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ વર્ષની શરૂઆતમાં, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ફરિયાદ પર, સીબીઆઈ અને ઇડીએ ભ્રષ્ટાચારના આરોપમાં દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિંહે પોતાની ફરિયાદમાં દેશમુખ પર ઓછામાં ઓછી 100 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

 16 ,  1