બ્રિગેડિયર એલએસ લિડરની અંતિમ વિદાયમાં આંસુઓની ધાર..

બ્રિગેડીયરનાં પત્નિની આ તસવીર જોઈને આંખો થઈ જશે ભીની..

તમિલનાડુના કુનૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનારા બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના શુક્રવારે સવારે દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના પત્નિ ગીતિકા અને પુત્રી આશનાએ બતાવેલી હિંમત અને ગૌરવે દેશભરનાં લોકોને રડાવી દીધા હતા. બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરનાં પત્નિ ગીતિકાએ પતિનો મોત પર સતત રડ્યા કરવાના બદલે તેમને હસતા ચહેરે વિદાય આપવાની વાત કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

ગીતિકાએ સ્મિત સાથે કહ્યું કે, મારા પતિ લાર્જર ધેન લાઈઝ વ્યક્તિ હતા ને દરેક માણસ આ વાત જાણે છે. તમે જોઈ જ રહ્યા છો કે કેટલાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે. બહુ અદભૂત વ્યક્તિત્વ હતું તેમનું, બહુ બધા દોસ્ત હતા તેમના, બહુ પ્રેમ આપતા હતા બધાંને. કદાચ આ જ કારણે લોકો અમને પડેલી ખોટ બદલ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે પણ આપણે બધાંએ તેમને સારી રીતે વિદાય આપવી જોઈએ, સ્મિતસભર વિદાય આપવી જોઈએ.

ગત રાતે બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ તેમના પત્ની અને પુત્રી તેમને નમન કરવા પહોંચ્યા હતા. પિતાના પાર્થિવ શરીરને જોતા જ્યારે શહીદ બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરની પુત્રીના આંસુ રોકાતા નહતા ત્યારે સેનાના અધિકારીએ તેને સાંત્વના આપતા જોવા મળ્યા. 

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી