…તો ચૂંટણી પરિણામોમાં 6 કલાકનો વિલંબ થશે

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મત ગણતરી વખતે 5 મતદાન મથકોના VVPAT મશીનની કાગળની રસીદોની ગણતરી EVM સાથે કરવા આદેશ આપ્યો છે. અત્યાર સુધી ચૂંટણી પંચ એક જ મતદાન મથકમાં આ પ્રક્રિયા કરતુ હતું.

વિરોધ પક્ષો દ્વારા સુપ્રીમમાં એવી દાદ માંગવામાં આવી હતી કે 50 ટકા VVPAT મશીનની રસીદની મેળવણી EVM સાથે કરવામાં આવી. જો કે તેનાથી પરિણામમાં 6 દિવસ મોડું થશે એમ કોર્ટને જણાવવામાં આવ્યું. કોર્ટ પણ ઈચ્છતી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે અને કોઈ ગેરરીતી થઇ હોય તો તે પણ અટકે અને ધ્યાન પર આવે તે માટે વધુમાં વધુ બુથમાં આ મેળવણી થાય તે યોગ્ય છે.

છેવટે વચલા રસ્તા તરીકે 50 ટકા નહીં તો 5 પોલીંગ બુથમાં હવે ચકાસણી થશે. કુલ 10 લાખ મતદાન મથકો માંથી 20 હજાર મતદાન મથકોમાં થયેલા મતદાનની ચકાસણી VVPAT અને EVMની મેળવણી દ્વારા થશે. તેનાથી જો કે [પરિણામ 6 કલાક મોડું જાહેર થશે.

 34 ,  3