દૂતાવાસ બોમ્બ બ્લાસ્ટના પગલે 26/11 હુમલાની પણ યાદ તાજી થઇ

નરીમન હાઉસમાં રહેતા ઇઝરાયલી દંપતીને આતંકીઓએ હણી નાખ્યાં હતા

દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ નજીક થયેલા હળવા બોમ્બ બ્લાસ્ટના પગલે 26/11 હુમલાને પણ કેટલાકને યાદ આવી છે. કેમકે, મુંબઇ હુમલા વખતે પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ નરીમન હાઉસ ઇમારતમાં પણ ઘૂસી જઇને ત્યા રહેતા ઇઝરાયલી દંપતીની હત્યા કરી હતી. સદ્ભાગ્યે તેમનું બાળક બેબી મોશે બચી ગયો હતો. જે હવે ઇઝરાયલમાં મોટો થઇ રહ્યો છે.

જ્યારે મુંબઇ પર આતંકી હુમલો થયો તે વખતે હોટલ તાજ, હોટલ ઓબેરોય, મુંબઇ રેલવે સ્ટેશન વગેરે સ્થળોની સાથે નરિમાન હાઉસમાં પણ આતંકીઓએ હુમલો કર્યો ત્યારે ઘણાંને નવાઇ લાગી હતી કે, આ બિલ્ડિંગ પર શા માટે હુમલો થયો. નરીમન હાઉસ હુમલાની ઘટના વખતે ભારતના જવાનો હેલિકોપ્ટર દ્વારા તે વિસ્તારની બિલ્ડિંગો પર ઉતર્યા હતા. અને આતંકીઓને હણી નાખ્યા હતા. જો કે તે પહેલા આતંકીઓ ઇઝરાયના દંપતીની હત્યા કરવામાં સફળ થયા હતા.

એમ કહેવાય છે કે, નરિમાન હાઉસમાં રહેતા ઇઝરાયલી દંપતી છુપાવેશમાં જાસૂસ તરીકેનું કામ કરતા હોય શકે, અને પાકિસ્તાનથી આવેલા આતંકીઓને, જેમાં પેલેસ્ટાઇનની જાસૂસી સંસ્થા હોમાસના આતંકી પણ હોઇ શકે, અને તેણે નરિમાન હાઉસની કામગીરી સોંપવામાંઆવી હશે. ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ બ્લાસ્ટના છેડા ઇરાન સુધી એટલા માટે પહોંચી રહ્યા છે કે કેમકે, ઇરાનનના ટોચના કમાન્ડર સુલેમાની અને એક પરમાણું વિજ્ઞાનીની હત્યા ઇઝરાયલે કરી હોવાનો આરોપ થયો છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર