September 24, 2020
September 24, 2020

વડોદરાના મહારાણીએ દારૂબંધી પર આપ્યું મોટું નિવેદન, ટુરિઝમ પોલિસી મુદ્દે કહી આ વાત

”દારૂબંધી હોવાથી ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવે…”

હમણા બે દિવસ પહેલા રાજ્ય સરકારે હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરી છે. નવી પોલીસી જાહેર થતાં જ રાજ્યમાં ઐતિહાસિક વિરાસત, જોવાલાયક પર્યટક સ્થળો અને ગુજરાતની પ્રાચીન ધરોહર વર્લ્ડ ટુરીઝમ મેપમાં ચમકશે. તો બીજી તરફ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર થયા બાદ દારૂબંધીનો મુદ્દો ઊભો થયો છે.

વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને ગુજરાતમાં દારૂબંધીની ટુરિઝમ પોલિસી સામે મોટી રુકાવટ હોવાનું બતાવ્યું છે. 

તેમણે એવું જણાવ્યું હતું કે, ટુરીઝમ પોઇન્ટમાં રાજસ્થાન સૌથી વધારે પોપ્યુલર છે. જેના કારણે રાજસ્થાનમાં સૌથી વધારે ટુરિસ્ટ આવે છે અને તેની સામે ગુજરાતમાં પણ સાંસ્કૃતિક વારસો અને આર્કિટેક્ચર છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાના કારણે ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવે. ગુજરાત પાસે મહેલો, કિલ્લાઓનો ભવ્ય વારસો છે. આ ભવ્ય કિલ્લાઓ હોટલમાં પણ પરિવર્તિત થઈ શકે છે પરંતુ તેમાં દારૂબંધી એક સૌથી મોટું નડતર છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના હેરિટેજ ટુરિઝમ પોલિસીને વેગ મળે તે અંગે સરકારે કેટલાક પરિવર્તનો કર્યા છે. જેમાં ગુજરાતના પ્રવાસન સ્થળો ઉપરાંત મહેલોને હેરિટેજ હોટલમાં પરિવર્તન કરવામાં આવે તે માટે પ્રયાસો કર્યા છે. જોકે, આ મુદ્દે દારૂબંધી નડતર શા માટે છે તે અંગે રાધિકારાજે ગાયકવાડે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

દારૂબંધી હટાવવા શંકરસિંહ વાઘેલા પણ મેદાને આવ્યા

શંકરસિંહ વાઘેલાએ પણ દારૂબંધીને લઇ મોટું નિવેદન આપ્યું હતું. તેમણ કહ્યું હતું કે, ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે. હવે તેનો પુનવિચાર કરો કે, દારૂબંધી હટાવે. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ.

વધુમાં બાપુએ કહ્યું હતું કે, દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે, અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો. એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે. 

 107 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર