રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પરિવારને અકસ્માત નડ્યો, ત્રણના મોત

પત્ની, દીકરી અને સાળાનુ મોત થતાં ભારે આક્રંદ

ગઢડાના ઢસા ગામ પાસે કાર અને આઇસર વચ્ચે ટક્કર

ગઢડા તાલુકાના માંડવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા એકજ પરિવારના ૩ સદસ્યો ના કરૂણ મોત નિપજવા ની ઘટનાથી ભારે કમકમાટી ફેલાવા પામેલ છે.
 
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલ ના  પત્ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ ધનજયસિંહ ચુડાસમા  રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉં.વ.21 ગામ મોખડકા, ચેતનાબેન ચરણસિંહ ગોહિલ ઉં.વ.29 અને ગરીમા ચરણસિંહ ગોહિલ ઉ.વ.5 ના મોત નીપજ્યાં હતાં.
 
અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવેલ. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઈ, અન્ય ડેપ્યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

 426 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર