8 બાળકોના પિતાએ ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યા લગ્ન…

પછી જે થયું તે જાણીને તમારા હોશ ઊડી જશે…

21મી સદીમાં અમુક ઘટના એવી બને છે જે માનવતાને શર્મશાર કરી મૂકી છે. ત્યારે ઝારખંડના જામતાડાથી એક બહું ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક 8 બાળકોના પિતાએ ધોરણ 8માં ભણતી સગીર વિદ્યાર્થિની સાથે લગ્ન કરી લીધા પછી જબરજસ્તી દેહ વ્યાપારની ધમકી આપવા લાગ્યો. આટલું જ નહીં છોકરીઓએ વિરોધ કર્યો તો તેમની સાથે મારપીટ સુધ્ધા કરી. પીડિતા કોઈ પણ રીતે જીવ બચાવીને ભાગી અને પત્રકારોને મળીને પોતાની કહાની કહી.

હકિકતમાં આરોપીએ આ વર્ષે જાન્યુઆરી 2021માં કોર્ટમાં લગ્ન કરી બાળકીને ઘરે લઈને આવ્યો હતો. પરંતુ પીડિતાને જ્યારે ખબર પડી કે તે પહેલાથી પરણિત અને બાળકોનો પિતા છે તો તેના હોશ ઉડી ગયા. પછી બન્નેના વચ્ચે આ વાતને લઈને વિવાદ થવા લાગ્યો. છોકરીના ઘરવાળા તેને લેવા પહોંચ્યા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. જો કે ગ્રામિણોએ તેમનું સમાધાન કરાવી દીધુ. આ બાદ પરિવાર પોતાની દીકરીને સાથે લઈ ગયો. થોડાક દિવસ બાદ આરોપી સાસરીમાં આવીને ખોટો પ્રેમનું નાટક કરી તેને પોતાની સાથે લઈ ગયો.

ઉલ્લેખનીય છે કે પીડિતોને લઈ ગયા બાદ થોડાક દિવસ સુધી બધુ સારુ ચાલ્યું. પરંતુ સગીર છોકરીને દેહ વ્યાપારમાં ધકેલી દેવા દબાણ બનાવવા લાગ્યો. જ્યારે તે ના પાડતી તો તેની સાથે મારપીટ કરતો. એક વાર ફરી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ ટ્રેન ન મળી. ગ્રામીણ તેને પકડી લાવ્યાને પતિને સોંપી દીધી. આ દરમિયન પીડિતાને જાનવરની જેમ માર માર્યો. પહેલા મુંડન કરાવ્યું અને આખા ગામમાં સરઘસ કાઢ્યુ. ક્યારેક કરંટ લગાવતો તો ક્યારેક દંડાથી મારપીટ કરતો. આરોપીના અત્યાચારોએ તમામ હદ વટાવી દીધી હતી. હવે તે કોઈ પણ રીતે ભાગીને કર્માટાંડ બજાર પહોંચી અને પત્રકારો સાથે મુલાકાત કરી પોતાની આપવીતિ સંભળાવી. પોલીસે આરોપીની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરુ કરી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી