ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના પિતા મળી આવ્યા..

સ્મિતને તેના જ પિતા સચિન દીક્ષિતે તરછોડ્યો હતો

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના પરિવારની  ઓળખ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માસૂમના પિતાનું નામ સચિન દિક્ષિત છે. ગાંધીનગર  સેક્ટર 26માં રહે છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે પિતા બાળકને ગૌશાળા આગળ મૂકી ગયા હતા.  સચિન દિક્ષીત હાલ પત્નીથી અલગ પોતાના પિતા સાથે ગાંધીનગરમાં  રહેતા હતા. 

સચિન દિક્ષીત નામનો વ્યક્તિ વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સેંટ્રો કારમાં બાળકને તરછોડાયું હતું. પોલીસે ગઈકાલ રાતથી હાલ સુધી 500 સીસીટીવી તપાસ્યા હતા.  જે ગાડી GJ01KL7363 માં એક જ વ્યક્તિ હાજર હતા. જેમના નામે ગાડી છે સચિન દીક્ષિત છે. પોલીસએ આધારે ઘરના સરનામે પહોંચી છે.  ગાડીમાં બેસેલ વ્યક્તિ કોણ છે તે અંધારાના કારણે પોલીસ ઓળખી શકી નથી.  જેમનું નામ આવે છે સચિન દીક્ષિત તે બરોડાની ખાનગી કંપનીના જનરલ મેનેજર છે.

પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતી. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી. જેથી હવે બાળકના માતા-પિતા કોણ હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

જો કે મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી. તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.  ટુંક જ સમયમાં ગૃહમંત્રી આ અંગે પત્રકાર પરિષદ આયોજીત કરી શકે છે. 

 140 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી