September 28, 2020
September 28, 2020

રાજકોટ : પિતાએ બહાર જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

મહામારી વચ્ચે બહારગામ ફરવા જવાની પિતાએ ના પાડતા યુવાને કરી લીધો આપઘાત

રાજકોટમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. પિતાએ બહાર જવાનું ના કહેતા પુત્રએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. મૃતક જયવીર ધર્મેભાઇનો એકનો એક પુત્ર હોવાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 

આ બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના હેડ કોન્સ.એમ.એલ.ઝાલા સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતકના પિતા ધર્મેશભાઇની પૂછપરછમાં તેમને બે સંતાન છે. જયવીર એકનો એક પુત્ર છે. દરમિયાન જયવીરે સાતમ-આઠમના તહેવારની રજામાં મિત્રો સાથે બહારગામ ફરવા જવાની વાત કરી હતી, પરંતુ વર્તમાન વૈશ્વિક મહામારીને કારણે ક્યાંય બહારગામ ન જવાનું પુત્ર જયવીરને કહ્યું હતું. જે વાતનું જયવીરને માઠું લાગતા આ પગલું ભરી લીધાનું જયવીરના પિતા ધર્મેશભાઇએ જણાવ્યું છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર