ઓમિક્રોનનો ભય કારોબાર ઉપર હાવી થયો, ભારે ઘટાડા સાથે બંધ થયું બજાર

સેન્સેક્સ 1 હજાર અંક તૂટ્યો,  નિફ્ટી 17,000ની નીચે લપસ્યુ

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે વિશ્વભરના બજારોમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ આજે 1 હજાર વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 17000ની નજીક આવી ગયો છે.

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 949 અંક ઘટી 56,747.14 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 222 અંક ઘટી 16,913.85 પર બંધ રહ્યો હતો.

બેંક અને ઓટો શેરોમાં આજે વેચવાલી જોવા મળી રહી છે. જોકે રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોમાં ખરીદારી છે. ફાર્મા શેરો પણ દબાણ હેઠળ છે. લાર્જકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, સેન્સેક્સ 30ના 24 શેર લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TECHM, HDFC, LT, ULTRACEMCO, HINDUNILVR અને TCS નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં MARUTI, INDUSINDBK, NTPC, HDFCBANK, BAJFINANCE અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.

બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કર્યું જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં મજબૂતી જોવા મળી હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી