ગુજરાતમાં ફિલ્મ ‘સૂર્યવંશી’એ સૌથી વધુ કરી કમાણી

200 કરોડ ક્લબ પર મેકર્સની નજર…

અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. રિલીઝ થયા બાદના બીજા રવિવારે ફિલ્મને 10 કરોડની આવક થઈ હતી અને આ સાથે કુલ કમાણી 150 કરોડએ પહોંચી હતી. ‘સૂર્યવંશી’એ રોહિત શેટ્ટીની કોપ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે અને કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે દોઢ વર્ષ બાદ થિયેટરમાં રિલીઝ થઈ છે.

‘સૂર્યવંશી’ 5મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ડોમેસ્ટિક સહિત વર્લ્ડ વાઈડ કલેક્શન 217.18 કરોડ રૂપિયા થયું છે. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ ખૂબ જલ્દી 200 કરોડ કમાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ‘સૂર્યવંશી’એ મુંબઈ, દિલ્હી-ઉત્તરપ્રદેશ તેમજ પૂર્વ પંજાબ કરતા સૌથી વધારે કમાણી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 33. 96 કરોડ રુપિયાની કરીને કુલ કમાણીના 22 ટકા છે જે બાદ મહારાષ્ટ્ર છે.

‘સૂર્યવંશી’ને ઓટીટી પ્લેટફોર્મ સાથેની ડીલથી પણ સારી કમાણી થઈ હોવાના અગાઉ રિપોર્ટ્સ હતા. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના એક મહિના બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાની છે અને આ માટે મેકર્સને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ‘સૂર્યવંશી’ 4 ડિસેમ્બરે ઓટીટી પર ડેબ્યૂ કરશે.

અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’માં અજય દેવગણ અને રણવીર સિંહ પણ કેમિયો પરંતુ મહત્વનો રોલમાં છે. ફિલ્મ માર્ચ, 2020માં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે રોહિત શેટ્ટીએ થિયેટરમાં જ તેને રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ રોહિત શેટ્ટીએ તે વિકલ્પ પસંદ કર્યો નહોતો.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી