ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી શ્રેણીની આખરી નિર્ણાયક ટેસ્ટ

આઉટફિલ્ડ અને પિચ ભીની હોવાથી ટોસ મોડો થશે, વરસાદ બનશે વિલન

કાનુપરમાં પ્રથમ ટેસ્ટ ભારતની જીત વચ્ચે માત્ર 1 વિકેટ દૂર રહી હતી ન્યુઝીલેન્ડ મેચને ડ્રો ખેંચી ગઈ હતી. આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચનો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રારંભ થશે. સવારે ૯.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. જોકે, મેચમાં વરસાદ ક્રિકેટ ચાહકોની મજા બગાડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરંતુ બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શક્યો નથી. પ્રથમ ટેસ્ટમાં કપ્તાની કરનાર અંજિક્યા રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ નહી રમી શકે. જ્યારે વિરોધી ટીમના કપ્ટેન કેનવિલિયમસન પર બહાર થઈ ગયો છે જેના પગલે ટીમની કમાન ટોમ લાથમ સંભાળશે.

ભારતીય ટીમ માટે પ્લેઈંગ ઈલેવનને લઈ મુંઝવણી હતી તે દૂર થઈ છે. વિરાટ કોહલીની વાપસીને કારણે ટીમ વધુ જોશમાં આવી છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને જયંત યાદવને લાબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસીને તક મળી શકે છે. ઉપરાંત ઈશાંત શર્માને સ્થાને મોહમદ સિરાઝની વાપસી થઈ શકે છે.

ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ કોમ્બિનેશન અંગે ટીમ મેનેજમેન્ટ અવઢવમાં જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેનો ચેતેશ્વર પુજારા અને અજિંક્યા રહાણે આગવું ફોર્મ દેખાડી શક્યા નથી. તેમાંથી કોઈને અગ્રવાલ ન રમે તો ગિલની સાથે ઓપનિંગમાં તક મળી શકે. પ્રથમ ટેસ્ટમાં આગવી ચમક દેખાડી ન શકનારા ઈશાંત શર્માને પડતો મૂકીને યુવા ફાસ્ટર સિરાજને તક અપાશે કે કેમ તે પણ જોવાનું રહેશે. આ ઉપરાંત યુવા કિપર ભરતે પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત સહાના સ્થાને ઉતરીને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. જોકે સહા બીજી ટેસ્ટ માટે ફિટ થઈ ગયો છે. વળી, તેણે જબરજસ્ત બેટીંગ કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા તેને ટીમમાં જાળવી રાખે તેની શક્યતા વધુ છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી