આજે સાંજે સામાન્ય પ્રજાને નાણામંત્રી ગુડ ન્યૂઝ આપી શકે છે

પેટ્રોલ સહિત ઘણી મોટી જાહેરાતો….

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે પાંચ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પેટ્રોલને GSTમાં લાવવા સહિતના મુદ્દે મહત્વની જાણકારી આપી શકે છે. એટલું જ નહીં બેડ બેંકોને લઈને કેબિનેટમાં થયેલા નિર્ણયોની નાણામંત્રી વિસ્તારથી માહિતી આપી શકે છે. નોંધનીય છે કે, આવતીકાલે GSTકાઉન્સીલની મહત્વની બેઠક યોજાવાની છે જેને પગલે આજની પ્રેસ કોન્ફરન્સઘણી મહત્વની રહેશે.

ભારતીય બેંક સંઘે સરકારની ગેરંટી લગભગ 31 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું છે. સાથેજ IBAને ખરાબ બેંક મુદ્દે કામ સોંપવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે હાલ બેડ બેંકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. નિષ્ણોતોનું કહેવું છે કે બેડ બેંક કોઈ બેક નથી પરંતુ આ એક અસેટ રિકંન્સટ્રકશન કંપની છે જે બેંકના દેવાને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરશે. આવું કરવાથી બેંકો સરળતાથી અન્ય લોકોને લોન આપી શકશે.

લોન ન વસૂલાતા બેંકનું દેવું વધે છે

સામાન્ય રીતે જ્યારે કોઈ માણસ બેંક પાસેથી લોન લે અને જ્યારે તે લોન ભરપાઈ ન કરી શકે ત્યારે તેના લોન ખાતાને બંધ કરી દેવામાં આવે છે. બેંક દ્વારા તેની પાસેથી લોનની રીકવરી તો કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગના કેસમાં પૂરી રકમ વસૂલ નથી થતી.

પેટ્રોલ -ડિઝલ મુદ્દે મળશે મોટી જાણકારી

ઉલ્લેખનીય છે કે આજે નાણામંત્રી જે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. તેમા ખાસ કરીને પેટ્રોલ ડિઝલના ભાવને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી શકે છે. જેમા પેટ્રોલ અને ડિઝલને GSTમાં લેવામાં આવશે કે નહી તે મુદ્દે મોટી જાણકારી આપવામાં આવશે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી