નવી સરકારની સાંજે 4:30 વાગ્યે પ્રથમ કેબીનેટ બેઠક

બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે

આખરે આજે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમનું શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો. સૌ કોઈના મનમાં પ્રશ્ન હતા કે કોણે મંત્રી બનાવાશે, જેનો જવાબ ગુજરાસ સહિતના લોકોને મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું. આ પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના અકે પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે, જેમાં કેબીનેટ પ્રધાનોને નાણા, આરોગ્ય, મહેસુલ, શિક્ષણ, કૃષિ, વાહનવ્યવહાર જેવા મહત્વના ખાતા આપવામાં આવશે તેમજ અન્ય પ્રધાનોને રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલય (CMO Gujarat)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છ

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી :

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ
નરેશ પટેલ, MLA, ગણદેવી
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી
હર્ષ સંઘવી, MLA, મજૂરા
જીતુ ચૌધરી, MLA, કપરાડા
જગદીશ પંચાલ, MLA, નિકોલ
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રી
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ મલમ, MLA, કેશોદ
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા

 117 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી