વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, રાજ્યમાં કુલ 5 કેસ

કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સોમવારે વડોદરામાં બ્રિટનની નવી સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી નોંધાયો હતો. આ દર્દી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શહેરમાં 12 દિવસ અગાઉ યુકેથી કેટલાક પ્રવાસી વડોદરામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક પ્રવાસીના શંકાસ્પદ કોરોના ના લક્ષણો હતા. આ 4 લોકોના નમૂનાઓને પૂણેની લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના પૈકી ૪ માંથી એક નમૂનો પોઝિટિવ આવ્યો હતો. જેમાં યુકેની નવી સ્ટ્રેન જણાઇ હતી આમ વડોદરામાં પહેલીવાર નવી સ્ટ્રેઇન વાળો પ્રથમ દર્દી નોંધાયો છે. જ્યારે બાકીના ત્રણ ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ નોંધાયો છે. UKથી પરત ફરેલા 27 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કર્યો છે. હાલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. ત્યારે વડોદરામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરાઈ છે. તેમજ તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે.  UK થી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઈટમાં આવેલા 4 મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે હવે વડોદરામાં પણ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. 

બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.  

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર