લોકડાઉન બાદ મોદી અને બાઈડન વચ્ચેની પ્રથમ રૂબરૂ મુલાકાત

બંને દેશો સાથે મળીને આતંકવાદ, ક્લાયમેટ ચેન્જનો કરશે સામનો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વાડ શિખર બેઠક પહેલા વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી. બાઈડન પ્રમુખ બન્યા પછી બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યક્તિગત બેઠક હતી. આ બેઠકમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બાઈડેને ગાંધીજીના મૂલ્યોને યાદ કરતા કહ્યું કે આ મૂલ્યોની દુનિયાને વર્તમાન સમયમાં વધુ જરૂર છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

અમેરિકન પ્રમુખ જો બાઈડેન સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે અમેરિકન પ્રમુખ બન્યા પછી કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન હોય કે ક્વાડ, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ પહેલો આગામી દિવસોમાં ઘણો મોટો પ્રભાવ પેદા કરશે. ભારત માટે આ દાયકો ખૂબ જ મહત્વનો છે. ભારત અને અમેરિકા સાથે મળીને વિશ્વના અનેક મોટા પડકારોનો સામનો કરી શકે છે. બંને દેશોની પરંપરાઓ, લોકતંત્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે.

આ સિવાય બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તાલિબાનોએ UNSC ઠરાવ 2593 પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ અને અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવો જોઈએ. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ન્યૂયોર્ક જવા રવાના થશે. તેઓ આવતીકાલે સવારે UNGA ના 76 માં સત્રને સંબોધિત કરવાના છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી