September 20, 2021
September 20, 2021

મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજા મંદિરના ગણપતિની પ્રથમ તસ્વીર

વિષ્ણુ અવતારમાં આપશે દર્શન

ગણેશ ચતુર્થીના પર્વ પર ઉત્સવના માહોલ વચ્ચે મુંબઈના પ્રખ્યાત લાલબાગ રાજા મંદિરમાં સવારથી વાતાવરણ ગરમ છે. લાલબાગચા રાજા મંડળના લોકો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી જોકે, બાદમાં મંદિર પ્રશાસને આરતી અને ઓનલાઈન દર્શન શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં વિવાદ થાળે પડ્યો હતો જે બાદ આરતી થઈ હતી. આ વખતે વિષ્ણુના અવતારમાં બતાવવામાં આવ્યા છે.

કોરોના સંકટને કારણે, મંદિરમાં જઈને દર્શન કરવા પર પ્રતિબંધ છે. પોલીસે સાથે તકરાર ત્યારે થઈ જ્યારે દુકાનદારોને પણ મંજૂરી ન આપવામાં આવી જેમની મંદિર પરિસર અથવા બજારમાં દુકાનો છે. હકીકતમાં, લાલબાગચા રાજા મંદિરમાં જે ગણપતિઓ લાવવામાં આવે છે તે બજારના લોકો જ લાવે છે. હવે જ્યારે તેને અંદર જવા દેવામાં ન આવ્યો ત્યારે મામલો ગરમાયો હતો.

બાદમાં મુંબઈ પોલીસે તે દુકાનદારોને લાલબાગ માર્કેટમાં દુકાન ખોલવાની મંજૂરી આપી. પરંતુ કોઈ પણ ગ્રાહક તે દુકાનો પર આવી શકશે નહીં. દુકાનમાં માત્ર માલિક અને તેનો સહાયક જ રહી શકે છે. જોઈન્ટ સીપી વિશ્વાસ પાટીલે જણાવ્યું હતું કે ગણપતિ ઉત્સવ દરમિયાન લાલબાગચા રાજા મંદિરની મહત્તમ સંખ્યામાં લોકો મુલાકાત લે છે. પરંતુ કોરોના સંકટને કારણે, કોઈને મંદિરમાં જવાની મંજૂરી નથી. કોઈ સેલિબ્રિટી કે રાજકારણી પણ મંદિરની મુલાકાત લઈ શકશે નહીં. મંડળના માત્ર 10 લોકો સવારે અને સાંજે આરતી કરશે. આ ઓનલાઈન આરતી મંદિરની યુટ્યુબ ચેનલ લાલબાગચા રાજા પર લાઈવ જોઈ શકાય છે.

 58 ,  1