17મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ

17મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યસભાનું સત્ર ગુરુવારથી શરૂ થશે. બજેટ સત્ર આગામી મહિનાથી 26 તારીખ સુધી ચાલશે. આ સત્રમાં નવા સાંસદ શપથ લેશે. લોકસભા સ્પીકર માટે ચૂંટણી યોજાશે. આ જ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પ્રસાર થશે તો જ કેન્દ્રીય બજેટ અનુસંધાનમાં કામગીરી થશે. બજેટ સત્ર દરમિયાન લોકસભાની 30 અને રાજ્યસભાની 27 બેઠક મળશે. બુધવારે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. અને ગુરૂવારે રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે. પાંચ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે.

16મી લોકસભાનો કાર્યકાળ પૂરો થતાં 46 વિધેયકની સમયમર્યાદા પુરી થઈ હતી. તે પૈકી કેટલાંક મહત્વના વિધેયક પુનઃ સંસદમાં રજૂ થશે. બજેટ સત્ર દરમિયાન તીન તલાક વિધેયક ઉપરાંત આધાર અધિનિયમ સંબંધી વિધેયક પણ રજૂ થશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી