વિપક્ષની ધાંધલ-ધમાલ વચ્ચે 3 કૃષિ કાયદા રદ્દ કરતું બિલ લોકસભામાં પસાર

લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મોકૂફ

લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે 3 કૃષિ કાયદા પરત લેવાનુ બીલ પસાર કરવામાં આવ્યુ છે. વિપક્ષના હોબાળા વચ્ચે, કૃષિ કાયદાને રદ્દ કરવા માટે લાવવામાં આવેલ બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મોકૂફ રાખવાની અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી.

છેલ્લા એકવર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો.

સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.સરકારની નીતિ વિરૂદ્ધ અવાજો ઉઠ્યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જો કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી