ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ‘ગુલાબી નગરી’માં પ્રથમ ટી-20

બંને ટીમના નવા કપ્તાનોની થશે પરીક્ષા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી દ્વિપક્ષીય ત્રણ ટી-20 સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ UAEથી સીધી ભારત પહોંચી છે અને હવે ભારતીય ટીમ તેમને તેમના હોમ ગ્રાઉન્ડ પર પડકાર આપશે. પ્રથમ T20 મેચ ‘ગુલાબી નગરી’ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર આજ સુધી કોઈ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. પરંતુ 11 વર્ષ પહેલા અહીં આ બંને ટીમો વચ્ચે વનડે મેચ રમાઈ હતી. આજે સાત વાગ્યાથી મેચ શરૂ થશે.

જયપુરમાં રમાનારી પ્રથમ ઈન્ટરનેશનલ ટી-20માં કઈ ટીમનો દબદબો રહેશે કે પછી મેચ બરાબરી થશે તે જાણવા માટે બંને ટીમો વચ્ચેના અગાઉના મુકાબલા પર નજર નાખવી જરૂરી છે. અત્યાર સુધી બંને ટીમો ઈન્ટરનેશનલ ટી20માં 17 વખત સામસામે આવી ચુકી છે, જેમાં ન્યુઝીલેન્ડ 9 વખત જીત્યું છે જ્યારે ભારત 6 વખત જીત્યું છે. જ્યારે 2 મેચ ટાઈ રહી છે.

આજે બંને ટીમો ભારતીય મેદાન પર 7મી વખત ટકરાતી જોવા મળશે. અગાઉ રમાયેલી 6 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ન્યૂઝીલેન્ડ 3-2થી આગળ છે. એટલે કે કિવી ટીમે 3 મેચ જીતી છે અને ભારત માત્ર 2 મેચ જીત્યું છે.જ્યારે 1 મેચ ટાઈ રહી છે.

જો આપણે T20 ઈન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મુકાબલાઓ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડથી 4-1ના મોટા માર્જિનથી આગળ છે. તેમાંથી 2 મેચ ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી 4 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરી છે. આમાંથી તેઓ 2 જીત્યા છે અને 2 હાર્યા છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીની કેપ્ટન તરીકે ભારત સામેની આ ત્રીજી T20 મેચ હશે. આ પહેલા તેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી