ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ

શ્રેયસ અય્યર ડેબ્યૂ કરશે રેડ બોલ ક્રિકેટમાં

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવતીકાલથી એટલે કે, 25 તારીખથી રમાશે. જોકે, મેચ પહેલા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન અજિંક્ય રહાણેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રેયસ અય્યર પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે.

રહાણેએ કહ્યું કે, શ્રેયસ કાનપુરમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. નોંધનીય છે કે, બેટર કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતા તે આગામી બે ટેસ્ટ માટે ટીમનો ભાગ નહીં હોય જેના કારણે શ્રેયસ ડેબ્યુ કરશે. જોકે રહાણેએ હજુ સુધી પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં બાકીના ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. ભલે અજિંક્ય રહાણેએ રાહુલની જગ્યાએ અય્યરના ડેબ્યૂની વાત કરી હોય, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ઐય્યર વિરાટ કોહલીની જગ્યાએ નંબર-1 પર રમતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, કોહલીને કાનપુર ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. અય્યરે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. શ્રેયસે મુંબઈ અને ઈન્ડિયા A માટે શાનદાર ઈનિંગ્સ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણી મેચો જીતી છે. તે વન્ડે ફોર્મેટમાં નંબર-4 પર પણ રમતા જોવા મળે છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી