દેશમાં સૌથી પહેલી રસી વડાપ્રધાન મુકાવે તેવી શક્યતા

બીજા દેશોના મહાનુભાવોની જેમ મોદી પણ કોરોનાની પહેલી રસી પોતે જ મુકાવશે ?

સમગ્ર દેશમાં કોરોના રસી કોને આપવામાં આવશે તેની ચર્ચા વિચારણા અંગે એમ મનાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના નવા નિયુક્ત રાષ્ટ્રપતિ જો બિડેનની જેમ પોતે સૌથી પહેલા રસી મુકાવે તેવી અટકળો ચાલી રહી છે. લોકોમાં વિશ્વાસ જગાવવા માટે વડાપ્રધાન પોતે સૌથી રહેલા રસી મુકાવે તેવી શક્યતા નકારી કાઢવામાં આવતી નથી.

વિશ્વમાં કોરોના મહામારીમાં 17 લાખ કરતા વધુ લોકો માર્યા ગયા છે. ભારતમાં કેસોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઇ છે. ભારતમાં પણ ટૂંક સમયમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટનના વડાપ્રધાન સહિત કેટલાક દેશોના મહાનુભાવોએ લોકોમાં વિશ્વાસ જગાવવા સૌથી રહેલી રસી પોતે મુકાવી તેમ ભારતમાં પણ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા પોતે રસી મુકાવે તેવી ચર્ચા ચાલી રહી છે.

 168 ,  1