ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વર્ષ 2007માં નિવૃત્ત થયા હતાં.
1973 બેચની મહિલા IPS અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યએ વર્ષ 2004માં તે સમયે ઇતિહાસ રચ્યો હતો જ્યારે ઉત્તરાખંડનાં DGP બન્યા. 31 ઓક્ટોબર 2007ના રોજ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. નિવૃત્ત થયા બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી હરિદ્વાર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેમનો પરાજય થયો હતો.
તેમણે મેક્સિકોનાં વર્ષ 2004માં આયોજીત ઇંટરપોલની બેઠકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1997માં તેમને પ્રતિષ્ઠિત સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
58 , 1