Video : ઝંડો જ ફરકી ન શક્યો, યુપી -દિલ્હી કંઈ રીતે જીતશે…!

કોંગ્રેસના સ્થાપના દિને જ ધ્વજ પડ્યો સોનિયા ગાંધીના ખોળોમાં

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આજે એટલે કે 28મી ડિસેમ્બરે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. અહી સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવી રહ્યા હતા તે દરમ્યાન જે થયુ તે જોયુ તમે પણ ચોંકી જશો.

સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવવા દોરડું ખેંચ્યું ત્યારે ધ્વજ બરાબર ન બંધાયો હોવાને કારણે નીચે પડી ગયો હતો. જોકે, ધ્વજ જમીન પર પડ્યો ન હતો અને બાદમાં ધ્વજ ફરકાવ્યા વગર જ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ધ્વજ ફરકાવવાની કવાયત ચાલુ રહી. પોલ પર ચઢવાના બે નિષ્ફળ પ્રયાસો થયા હતા. આ પછી બીજો નાનો પોલ લાવવામાં આવ્યો અને પછી એક સીડી લગાવવામાં આવી. ઘણી મહેનત બાદ ધ્વજ પોલ પર લગાવી શકાયો અને સોનિયા ગાંધીએ ફરીથી ધ્વજ ફરકાવ્યો. જો કે આ પહેલા પણ સોનિયા ગાંધી, પવન બંસલ અને કેસી વેણુગોપાલે સાથે મળીને પાર્ટીનો ઝંડો હાથમાં પકડી રાખ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે દેશમાં લોકશાહીની સ્થાપના કરી.

કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધીએ એક સંદેશ જારી કર્યો. જેમાં તેમણે કહ્યું કે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ વ્યાપક સ્તરે ઉજવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ફક્ત એક રાજકીય પક્ષનું જ નામ નથી પરંતુ એક આંદોલનનું નામ છે. કોંગ્રેસની સ્થાપના કઈ પરિસ્થિતિઓમાં થઈ તે મારે જણાવવાની જરૂર નથી. આઝાદીના આંદોલનમાં કોંગ્રેસ અને તેના નેતાઓએ આગળ રહીને ભાગ લીધો, જેલોમાં કપરી યાતનાઓ ઝેલી અને અનેક દેશભક્તોએ પોતાના પ્રાણ સુદ્ધા ન્યૌછાવર કર્યા ત્યારે આપણને આઝાદી મળી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી