ફ્લાવર શોમાં મુલાકાતીઓનો આંકડો પહોંચ્યો આસમાને, દિવસ દરમિયાન 70 હજાર લોકો…

અમદાવાદ માં આવેલા સૌથી જાણીતા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ફલાવર શોની 4 જાન્યુઆરીથી શરૂઆત થઇ ગઈ હતી. જેમાં શરૂઆત ની સાથે સાથે ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય એમ ભીડ જોવા મળી હતી. એમાં પણ ગઈકાલે રવિવાર દરમિયાન મુલાકારીઓનો આંકડો આસમાને પહોંચ્યો હતો.

મુલાકાતીઓના જાહેર કરવામાં આવેલા અંક મુજબ દર મિનિટ 72 જેટલા લોકો આ ફ્લાવર શો ની મુલાકાત લઇ રહ્યા હતા. એમાં પણ રવિવાર મુજબ જાહેર કરવામાં આવેલા વિક્રમી આંક મુજબ 70 હજાર લોકોએ મુલાકાત લીધી. 19 જાન્યુઆરી દરમિયાન ફલાવર શો પૂર્ણ થશે.

તે આગાઉ પણ શનિવારે આંક મુજબ 50 હજાર લોકોના ધસારાના કારણે રવિવારે આ શોનો સમય સવારે 7 વાગ્યા થી રાત્રીના 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. જેમાં બપોર બાદ ભીડ વધી જતા શોમાં પ્રવેશના મુખ્ય ચાર ગેટ ખાતે ત્રણ-ત્રણની લાઈનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.

આ સાથે દર મિનિટે સરેરાશ 72થી વધુ લોકોએ ફ્લાવર-શોની મુલાકાત લીધી કહેવાય.તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ના એકજ પટ્ટામાં યોજાઈ રહેલા કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો ને કારણે રિવરફ્રન્ટના ઉસ્માનપુરાથી ટાગોર હોલ સુધીના અંદાજે 5 કિલોમીટરમાં ટ્રાફિકજામ સર્જાયો હતો.

ટ્રાફિકના કારણે બપોરે બે વાગ્યાથી વલ્લભસદનથી સરદારબ્રિજ વચ્ચેનો આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકનું બધું ભારણ આશ્રમ રોડ પર ડાયવર્ટ થતાં ફડિયા ચેમ્બર્સથી એલિસબ્રિજ વચ્ચે પણ કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.

 4 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર