લોકમેળાને સીએમ વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવાશે

રાજકોટમાં યોજાનાર મલ્હાર લોકમેળા માટે 78 અધિકારીઓના સુપરવિઝન નીચે 1373 કર્મચારીઓ સહીત 1451 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મેળાનો પ્રારંભ કરાવવામાં આવશે.

આ મેળામાં લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કરાયેલ બંદોબસ્તની વ્યવસ્થા અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે તારીખ 22થી 26 સુધી લોકમેળામાં 78 અધિકારીઓના સુપરવિઝન હેઠળ 1373 કર્મચારીઓ ખડેપગે રહેશે. કુલ 1451 જવાનોનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રહેશે. મેળામાં આવતા લોકો પાસે રહેલ સામાનનું 1 નંબરના ગેટ ઉપર સ્કેનર દ્વારા ચેકીંગ કરવામાં આવશે ખિસ્સાકાતરુઓને ઝડપી પાડવા અલગથી ટીમની રચના કરવામાં આવી છે.

મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી