September 23, 2021
September 23, 2021

લોકગીત “ઓધાજી” એક નવા રંગ સાથે વાંસળીના સુરે કંડાર્યું

લોકપ્રિય ગુજરાતી લોકગીત “ઓધાજી” ગીત ના લેખક “ભગો ચારણ” જી ની આ રચના એક નવા રંગ સાથે રજૂ કરવામા આવી રહ્યું છે, ચેતન રાઠોડ ની વાંસળીમાં સૌ પ્રથમ વાર અને ધૈર્ય રાજપરા (રાજકોટ) દ્વારા કલ્પના અને નિર્માણ ચેતનભાઈ રાઠોડ જે પદ્મ વિભુષણ પંડિત હરિપ્રસાદ ચૌરાસિયાજીના સેવક અને પટશીષ્ય છે.

આ આપણું એક જુનૂ અને પ્રાચીન પ્રચલીત લોક સંગીતનું લોકગીત છે જે યુગો યુગો થી ગવાયેલ છે દિવાળીબેન ભીલથી લઈને લતા મંગેશકરજીના કંઠે ગવાયેલ છે, જે ગુજરાતમાં પ્રથમ વાર બાંસુરીમાં ચેતન રાઠોડ અને વિશાલ વાઘેલાના તબલાના તાલ સાથે અર્પિત માંડવિયાના સારંગીના સુર સાથે કંડાર્યું છે.

આવા ને આવા લોકગીત કરતા રહે તો આપણા લોક સંગીત અને લોકગીતનો વારસો જળવાય રહે, એ માટે ચેતનભાઈ રાઠોડને ખુબ ખુબ શુભેચ્છા ચેતનભાઈ રાઠોડ રાજકોટ શહેરનું આપણું ગૌરવ છે અને આખાય ચિત્રપટ સુંદર રીતે કેમેરા મા કેદ કરી પડદા ઉપર અમને બધા ને લાવનાર નયનજીત ભાઈ ખરાના આભારી છીએ ગીતનું સુટીંગ માધવપુર ઘેળ (ગુજરાત)મા ઊતારેલ છે જે અમને ભગવાન શ્રી ક્રુષ્ણ ના જન્મોત્સવના દિવસે ભેટ અર્પણ કરેલ છે એનની યુ ટયૂબ ચેનલમાં નિહાળી શકશો..

 349 ,  7