ભાજપના પૂર્વ મહિલામંત્રી માનવસેવા અને મહિલા ધર્મ પણ ભૂલ્યા, ગર્ભવતી મહિલા દર્દીને ગોંધી

સિદ્ધિ હોસ્પિટલની દાદાગીરી, બિલની ભરપાઇ ન કરતા દર્દીને આપી ધમકી

પ્રસુતિ કરાવવા આવેલી મહિલાએ વધુ બિલ ભરવાની ના પાડતા ગોંધી રાખી..!

શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો.નિર્માલાબેન વાઘવાનીની સિદ્ધિ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રસુતિ કરાવવા આવેલી મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરવામાં આવી હતી. એટલું જ બિલની ભરપાઇ ન કરતા મહિલા દર્દીને બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.

આ મામલે મહિલાએ પોલીસને જાણ કરી હતી. જો કે વિસ્તારના પ્રતિશિષ્ટ લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.

બનાવની વિગત એવી છે કે, કુબેરનગર છારાનગરમાં રહેતી કાજલ સાહિલભાઈ છારાને પેટમાં દુખાવો થયો હતો. મહિલાને છ માસનું ગર્ભ હતું. પરંતુ પેટમાં રહેલ બાળક નીચે આવી જતા દુખાવો થયો હતો. આ મહિલા ચાર દિવસ પહેલા સિદ્ધિ હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો.નિર્માલાબેન વાઘવાનીને મળ્યાં હતાં. તેમને રૂપિયા 25 હજાર માં બાળક નીચે આવી ગયા માટે ટાંકા મારવાના નક્કી કર્યા હતા.

માંગ્યા મુજબ મહિલાએ 25 હજાર આપી દીધા હતા. બે દિવસ સુધી હોસ્પિટલમાં આરામ પર હતા. હોસ્પિટલ માંથી રજા માંગવા જતા હોસ્પિટલએ વધુ 30 હજારની માંગણી કરી હતી. મહિલાએ તેનો વિરોધ કરતા ડો.નિર્માલાબેન વાઘવાની અને ડૉ.સુનિલ વાઘવાનીએ પૈસા નહિ આપો તો રજા નહિ મળશે. અને બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખ્યા હતા.

ત્યારે આવતીકાલે કાજલબેનની માતા સુજાતાબેન ડીનેશભાઈએ આમ આદમી પાર્ટીની કુબેરનગર ઓફીસ આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર, મહિલા ઉપ પમુખ આશાબેન થદાની, કમલેશભાઈ કોરાની, નારણ શેખાનો સંપર્ક કરતા હોસ્પિટલ જઈ રજૂઆત કરી હતી. અંતે વધારાના 15 હજાર આપવાનો નક્કી કરી ડો. સુનિલ વાઘવાનીને જમા કરાવી રજા આપી દેવા કહ્યું હતું.

પરંતુ 1 વાગ્યા સુધી પણ રજા નહિ આપતા મહિલાએ પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી.પોલીસ આવતા ડો.નિર્મલા વાઘવાનીએ બીજા 5000 આપો તો જ રજા આપવાની અને પોતે મિનિસ્ટર હોવાની દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. અંતે આમ આદમી પાર્ટીના કાર્યકતા વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય નીએ છે કે, ભાજપના પૂર્વ મહિલા બાળ કલ્યાણ મંત્રી ડો.નિર્માલાબેન વાઘવાની મહિલા અને બાળકોના કલ્યાણ કરવાના બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

 112 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર