ભૂતપૂર્વ ક્રિકેટર દાદાની બાયોપિક બનશે

સૌરવ ગાંગુલીના રોલ માટે બોલિવૂડના આ અભિનેતાનું નામ સૌથી આગળ

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની તથા મોહમ્મદ અઝહરુદ્દીન પછી હવે સૌરવ ગાંગુલીના જીવન પર બાયોપિક બનશે. સૌરવ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. પૂર્વ ક્રિકેટર અને BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ બાયોપિક માટે મંજૂરી આપી દીધી છે. ફિલ્મ મેકર્સે 200થી 250 કરોડ રુપિયાનું બજેટ નક્કી કર્યું છે. એટલું જ નહીં, સૌરવ ગાંગુલીનો રોલ રણબીર કપૂર નિભાવી શકે છે.

તેમજ સૌરવે કહ્યું હતું કે હા તેણે બાયોપિક બનાવવા માટે હા પાડી દીધી છે. આ ફિલ્મ હિંદીમાં હશે, પરંતુ અત્યારે તે ડિરેક્ટરનું નામ જાહેર કરી શકે તેમ નથી. બધી જ વાત ફાઇનલ થયા બાદ તે ચાહકોને આ અંગે જાણકારી આપશે.

રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. પ્રોડક્શન હાઉસે અનેકવાર સૌરવ સાથે મુલાકાત પણ કરી છે. પ્રોડક્શન હાઉસે લીડ રોલ માટે એક્ટરનું નામ નક્કી કર્યું છે, પરંતુ અન્ય બે એક્ટરના નામ પણ વિચારણા હેઠળ છે. જોકે, હજી સુધી કંઈ જ કન્ફર્મ થયું નથી.

નોંધનીય છે કે થોડાં દિવસ પહેલાં નેહા ધૂપિયાએ સૌરવ ગાંગુલીનો રોલ રીતિક રોશન પ્લે કરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. આ અંગે સૌરવે કહ્યું હતું કે રીતિકે તેના જેવી બૉડી બનાવવી પડશે અને તેના માટે આ મુશ્કેલ રહેશે.

 62 ,  1