પૂર્વ નાયબ મુખ્યમંત્રીને દોઢ કલાક રાહ જોવી પડી, એકલા અટુલા બેસી રહ્યા…

આખરે સીઆર પાટીલ આવ્યા અને…

આજે મહેસાણા ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર .પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી.

જોકે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલ કાર્યક્રમના નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક લેટ આવ્યા હતા. જેના કારણે લોકોને લાંબી રાહ જોવી પડી હતી.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષની રાહમાં એકલા સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. જોકે લાંબા ઇંતજાર બાદ સી.આર પાટીલ આવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહેસાણા જિલ્લાના કુલ 1501 આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ મહામંત્રી રાજાનીભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી.

 185 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી