વોર્ડ બદલાતા રડી પડ્યા પૂર્વ મહિલા કોર્પોરેટર

દરિયાપુર બેઠકના ભૂતપૂર્વ કોર્પોરેટર મોના પ્રજાપતિને શાહપુરથી ટિકિટ અપાઈ

કોંગ્રેસ દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત ધીરે ધીરે કરાઈ રહી છે અને તેના કારણે કોંગ્રેસમાં ભારે અસંતોષ છે. આ અસંતોષ દરિયાપુર વોર્ડમાં પણ બહાર આવ્યો હતો. દરિયાપુર બેઠકના ભૂતપૂર્વ કોર્પોરેટર મોના પ્રજાપતિની ટિકિટ દરિયાપુર વોર્ડમાંથી કપાતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.

કોંગ્રેસના ટોચના નેતા અને ભૂતપૂર્વ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીના ખભે માથું મુકીને મોના પ્રજાપતિ રડી પડ્યાં હતાં. મોના પ્રજાપતીના સ્થાને માધુરી કલાપીને ટિકિટ આપતા ભૂતપૂર્વ કોર્પોરેટર મોના પ્રજાપતિ રડવાનું રોકી નહોતાં શક્યાં અને જાહેરમાં રડી પડ્યાં હતાં. કોંગ્રેસના ઘણા નેતાઓએ તેમને સાંત્વન આપ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે, દરિયાપુરના પૂર્વ કોર્પોરેટર મોના પ્રજાપતિને શાહપુરથી ટિકિટ અપાઈ છે. હવે મોના પ્રજાપતિ શાહપુર વોર્ડમાંથી ચૂંટણી લડશે. શાહપુર વોર્ડમાંથી ફોર્મ ભરવા આવતા સમયે ભાવુક થઈને મોના પ્રજાપતિ રડી પડ્યાં હતાં. દરિયાપુર તેમનો વિસ્તાર હોવાથી તેમના માટે આ વિસ્તારમાં જીત સરળ હતી પણ કોંગ્રેસે તેમને બીજા વોર્ડમાંથી ટિકિટ આપી છે.

 64 ,  1