મહિનાના અંતમાં રામ મંદિરના પાયાનું કામ શરૂ કરી દેવામાં આવશે : ચંપત રાય

મંદિરના પાયાનું કામ જાન્યુઆરીના અંત સુધીમાં ચાલું થઈ જશે

અમદાવાદમાં સંત સંમલેનમાં ભાગ લેવા આવેલા અયોધ્યામાં નિર્માણ થઇ રહેલ રામ મંદિરની જવાબદારી સંભાળી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંદિરના પાયાનું કામ જાન્યુઆરીના અંત સુધીમાં ચાલું થઈ જશે. છેલ્લાં સાત મહિનાથી ચાલી રહેલ માટીના પરિક્ષણનું કામ હજું સુધી પૂર્ણ થયું નથી. રામ મંદિરના નિર્માણનું કાર્ય એક વખટ શરુ થયાથી ૩૬-૩૯ મહિનામાં પૂર્ણ થઈ જશે.

અમદાવાદમાં સંત સંમેલનમાં ભાગ લેવા આવેલા ચંપત રાયે પત્રકાર પરિષદને સંબોધન કરતાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, હતું કે કહ્યું, મને આશા છે કે, નિર્માણ કાર્ય જૂનમાં શરૂ થઈ જશે પરંતુ માટીનું અધ્યન સાત મહિના બાદ પણ પૂર્ણ થયું નથી. પરિણામ સાનુકુળ નથી આવી શક્યા. જમીનની નીચે રેત અને કેટલોક જૂનો કાટમાળ પડેલો છે.

તેમને કહ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ નિર્માણ સ્થળ નીચે સરયૂ નદીની એક ધારાની તસવીર પણ મોકલી હતી.માટીનું પ્રથમ પરીક્ષણ ફેબ્રુઆરી 2020માં થયું હતું. ચંપત રાયે સ્પષ્ટ કર્યું હતું કે , સ્પષ્ટ પરિણામ આવ્યા બાદ જ પાયાની ઈટ રાખવાનું કામ શરૂ કરવામાં આવશે. માટીના પરીક્ષણનું કામ વધારે લાંબુ ચાલવાના કારણે રામ મંદિર બનાવવાની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. માટી પરીક્ષણનું કામ પૂર્ણ થતાની સાથે જ જાન્યુઆરીના અંત સુધીમાં રામ મંદિરના પાયાનું કામ શરૂ કરી દેવામાં આવશે. તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય હે કે ઉતરાયણથી મંદિરના કામ માટે એક જન સંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરશે. તેમને જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદના ચાર લાખથી વધારે કાર્યકર્તાઓને ચંદો ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યુ છે.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર