બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબને દેશે આપી શ્રદ્ધાંજલિ

આજના દિવસે 65 વર્ષે પહેલા મહામાનવનું થયું હતુ નિધન

બંધારણના ઘડવૈયા સમગ્ર સમાજના હિતદર્શક અને નારીઓના ઉત્કર્ષ માટે લડનાર એવા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે 65મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સંસદસભ્યોએ આજે સંસદ પરિસરમાં તેમની પ્રતિમા પર બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નોંધનીય છે કે, 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા બાબાસાહેબ આંબેડકર એક ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા જેમણે અસ્પૃશ્યો (દલિતો) પ્રત્યેના સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ ચલાવી હતી અને મહિલાઓ અને કામદારોના અધિકારોને સમર્થન આપ્યું હતું. 6 ડિસેમ્બર, 1956ના રોજ તેમનું અવસાન થયું. 1990માં આંબેડકરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી