‘1947માં મળેલી આઝાદી તો ભીખ હતી, અસલી આઝાદી તો 2014માં મળી છે!’

કંગનાના નિવેદન પર દેશભરમાં હોબાળો

તાજેતરમાં પદ્મશ્રીથી સમ્માનિત બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત મોટા ભાગે વિવાદીત નિવેદનો આપી ચર્ચામાં રહેતી ફરી એક વિવાદીત નિવેદન આપ્યુ છે. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ છે. કંગનાના આ પ્રકારના નિવેદનથી સ્વરા ભાસ્કર, પૂર્વ આઈએએસ ઓફિસર અને કેટલાય કોંગ્રેસી તથા ભાજપના નેતાઓ પણ કંગના પણ ભડકી ઉઠ્યા હતા. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, આઝાદી જો ભીખમાં મળી છે, તો શું તે આઝાદી હોઈ શકે છે ? કંગનાએ એન્કરની સામે કહ્યુ કે, 1947માં મળેલી આઝાદી તો ભીખ હતી, અસલી આઝાદી તો 2014માં મળી છે.

આ નિવેદન પર કંગનાને ન માત્ર સરકારી બદમાશ કહેવામાં આવી રહી છે પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંગનાએ ચમચાગીરીના તમામ રેકોર્ડ તોડી ધ્વસ્ત કરી દીધા છે. આ સાથે આઝાદીની ચળવળ અને લાખો લોકોના બલિદાનનું અપમાન ગણાવીને કંગનાને જેલમાં ધકેલી દેવાની વાત પણ ચાલી રહી છે.

બીજી બાજુ કેટલાક યુઝર્સે કંગનાના આ નિવેદનને તેને આપવામાં આવેલા પદ્મશ્રી એવોર્ડ સાથે પણ જોડ્યું છે. યુઝર્સ કહી રહ્યા છે કે શું કંગનાને આઝાદી અને બલિદાનના અપમાન માટે જ પદ્મ સન્માન આપવામાં આવ્યું છે!

કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, સાવરકર, રાણી લક્ષ્મીબાઈ, નેતા સુભાષચંદ્ર બોસ આ લોકોની વાત કરૂ તો, આ લોકો જાણતા હતા કે, લોહી વહશે પણ એ યાદ રહે કે, હિન્દુસ્તાનીઓના લોહી ન વહે. તેમણે આઝાદીની કિંમત ચુકવી છે. પણ તે આઝાદી નહીં ભીખ હતી. અસલી આઝાદી તો 2014માં મળી છે. કંગનાની આ વાત સાંભળીને ત્યાં ઈવેન્ટમાં હાજર અમુક લોકોએ તાળીયો પાડી હતી.

કંગનાનો આ વીડિયો જોઈને બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કહ્યુ કે, કોણ છે એ બેવકૂફ લોકો જેણે આ વાત સાંભળીને તાળીયો પાડી. હું જાણવા માગુ છું.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યુ કે, આપણી આઝાદીને ભીખ એ કોઈ માનસિક રૂપથી અસંતુલિત જ કહેશે. એ આઝાદી જેના માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી. આની પાસેથી બીજી શું આશા રાખી શકીએ.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી