ભાગેડુ માલ્યાએ બ્રિટિશ સરકાર સમક્ષ રાજ્યાશ્રયની માંગણી કરી

ભારત પરત લાવવા માટે હવે વધારે કાનૂની લડત લડવી પડશે

ભારતના ભાગેડુ અને કિંગફિશરના માલિક વિજય માલ્યાએ બ્રિટન સરકાર પાસેથી રાજ્યાશ્રયેની માંગણી કરી છે. બ્રિટનની એક કોર્ટમાં તેમના વકીલ ફિલિક માર્સલ ક્યૂસી દ્વારા આ મુજબનું ખુલાસો કરતા માલ્યાને હવે ભારત લાવવામાં ભારત સરકારે વધારે કાનૂની લડત આપવી પડે તેમ છે. અને જો તેણે બ્રિટનમાં રાજ્યાશ્રયે મળી જાય તો તેણે પરત લાવી શકાશે કે કેમ તવા અનેક સવાલો થઇ રહ્યા છે.

એક અહેવાલ અનુસાર ભારતની કેટલીક બેંકોને નવ હજાર કરોડનો ચૂનો લગાવીને ડિપ્લોમેટિક પાસપોર્ટના આધારે બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાને પરત લાવવા ભારત સરકારે ત્યાની કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને એક તબક્કે ત્યાંની કોર્ટે માલ્યાને ભારત મોકલવા ઠરાવ્યું પણ હતું. જો કે માલ્યાએ હવે ભારતથી બચવા માટે બ્રિટિશ સકરાક પાસેથી રાજ્યાશ્રયની માંગણી કરી છે. તેમના વકીલ દ્વારા બ્રિટનની એક કોર્ટમાં આ મુજબનો ખુલાસો કરવામાં આવતા ભારત સરકારે હવે માલ્યાને પરત લાવવા માટે વધારે કાયદાકીય લડત અને રાજદ્વારી સંબધોનો ઉપયોગ કરવો પડે તેમ છે.

 57 ,  1