કિસાન આંદોલનનું ભાવિ હવે સુપ્રિમ કોર્ટના હાથમાં…?

11 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી પહેલાં જ સંગને કહ્યું અમે…

દેશની રાજદી4ની દિલ્હીમાં 46 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનના સ્થળે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે.  કોઇ ઉકેલ નહીં આવતા એક ખેડૂતે ઝેર ખાઇને જીવન ટૂંકાવવાની ઘટના વચ્ચે આવતીકાલ 11 જાન્યુઆરીના રોજ સુપ્રિમ કોર્ટના કેન્દ્રના 3 વિવાદી કૃષિ કાયદાની સુનાવણી પર આંદોલનનું ભાવિ નક્કી થાય તેમ છે. કેન્દ્ર સરકારે કાયદા પાછા નહીં ખેંચાય એમ કિસાન સંગઠનોને કહીને સુપ્રિમ કોર્ટ  જે નક્કી કરે તેમ કહીને હાથ અધ્ધર કરી નાંખ્યા છે. આમ તો દસમા દોરની બેઠક 15મીએ યોજાવાની છે. તે પહેલાં 11મીએ કોર્ટ સું નક્કી કરે છે તેના પર કેન્દ્રની પણ નજર રહેશે.

દરમ્યાનમાં, આંદોલનકારી કિસાન સંગઠનોનું માનવુ છે કે કાયાદ કેન્દ્ર સરકારે બનાવ્યા છે અને કેન્દ્ર સરકાર જ પાછા ખેંચે. કોર્ટને વચ્ચે લાવવાની કોઇ જકૂર નથી. ઉપરાંત આ પોલીસી મેટર છે અને તેમાં કોર્ટ દરમ્યાનગીરી કરી શકે નહીં. કોર્ટ કહેશે તો પણ તેઓ જ્યાં સુધી 3 કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુપી આંદોલન સમેટવા તૈયાર નથી. આમ કોઇ તબક્કે કિસાન આંદોલન અને કોર્ટ વચ્ચે કાયદાકીય ટકરાવની પરિસ્થિતિ સર્જાઇ શકે તો નવાઇ નહીં.

 21 ,  1