September 26, 2022
September 26, 2022

સાબરકાંઠા: મુસાફરોના સ્વાંગમાં આવ્યા લૂંટારુઓ, રીક્ષા-મોબાઇલ લૂંટીને ગાયબ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના દલપુર પાસે રાત્રીના સમયે મુસાફરોના સ્વાંગમાં આવેલ બે અજાણ્યા મુસાફરો એ રીક્ષા ચાલક ને મારમારી રીક્ષા અને તેનો મોબાઈલ ની લુંટ કરી રફુચક્કર થતા બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરીયાદ દાખલ

પ્રાંતિજ તરફથી હિંમતનગર તરફ મુસાફરો ને લઇને રાત્રીના સમયે બે અજાણ્યા મુસાફરોને બેસાડીને હિંમતનગર તરફ જતી રીક્ષા ચાલકને દલપુર પાસે રીક્ષા ઉભી રાખી બે અજાણ્યા મુસાફરો દ્વારા રીક્ષા ચાલક ને મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી. લૂંટાળુ બદમાશોએ રિક્ષા ચાલક પાસેથી મોબાઇલ તેમજ સીએનજી રીક્ષા લઇને ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફફરાટ ફેલાઇ ગયો છે.

હાલ આ મામલે પ્રાંતિજ પોલીસે રિક્ષા ચાલકની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી