September 27, 2020
September 27, 2020

નંદ ઘેર આનંદ ભયો… કરો દ્વારકાધીશના ઓનલાઈન દર્શન

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ, ઘર બેઠા કરો દ્વારકાધીશના દર્શન

ભગવાન શ્રી કૃષ્ણની જયંતિ એવું જન્માષ્ટમીનું પર્વ આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. રાજ્યના યાત્રાધામ દ્વારકામાં જગપ્રસિદ્ધ દ્વારકાિધશજી મંદિરે આ વખતે જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણનો 5247મો જન્મોત્સવ ઉજવાશે.  સામાન્ય રીતે જન્માષ્ટમી વખતે રાત્રે 12ના ટકોરે જ મંદિરો ‘નંદઘેર આનંદ ભયો…જય કનૈયાલાલ કી..’ના જયઘોષથી ગૂંજી ઉઠતા હોય છે. પરંતુ વર્ષ 2020ના પ્રારંભ સાથે જ મહમારી કોરોના વાયરસને પગલે આ વખતે દ્વારકાધીશ, ડાકોર સહિત મોટાભાગના તમામ મંદિરોમાં ભક્તો વિના જ આ વખતે જન્માષ્ટમીની ઉજવણી થશે. ભક્તોને આ વખતે ઘરે બેઠા જ કૃષ્ણ જન્મની ઉજવણી કરવી પડશે.

હાલ કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે ભક્તો દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે છે. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેથી ભક્તો ઘર બેઠા દ્વારકાધીશના દર્શન કરી શકે. દ્વારકાધીશ જગતમંદિરના પુજારીએ જણાવ્યું છેકે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઉજવાતો હોય,ત્યારે કઈ પરંપરા અનુસરવામાં આવે છે. જે ભક્તો પોતાના ઘરે બેઠા ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઉજવી શકે.

ભગવાન દર્શનના કાર્યક્રમ આ મુજબ રહેશે…

  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 : 00 કલાકે
  • શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન, અભિષેકના દર્શન સવારે 8:00 કલાકે
  • શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે 11:00 કલાકે
  • અનોસર ( બંધ ) 1:00 થી 5:00 કલાક સુધી બપોરે 
  • ઉત્થાપન દર્શન સાંજે 5:00 કલાકે
  • શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે 
  • શ્રીજીની શયન આરતી દર્શન રાત્રે 8:30 કલાકે 
  • શ્રીજી શયન ( દર્શન બંધ ) 9:00 કલાકે 
  • શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન રાત્રે 12:00 કલાકે
  • શ્રીજી શયન ( દર્શન બંધ ) 2:00 કલાકે

જન્માષ્ટમીના તહેવારમાં લાખો કૃષ્ણભક્તો દ્વારકામાં આવતા હોય છે. દર વર્ષે જન્માષ્ટીનો તહેવાર દ્વારકામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેથી આજે જન્માષ્ટીનો તહેવાર માત્ર પૂજારાની હાજરીમાં ઉજવવામાં આવશે. આ વખતે માત્ર પૂજારા પરિવાર જ જન્માષ્ટમીની ઉજવણી કરવાનો છે. 

 150 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર