અદાણી અને રાહુલ : યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ…

હવે કોંગ્રેસની સરકારે પણ અદાણીને આપી હજારો હેક્ટર જમીન – ચર્ચાતો સવાલ

રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકાર છે. એક બાજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી જયપુરમાં યોજાયેલી રેલીમાં અદાણીને આડે હાથ લઈ રહ્યા છે ત્યાં બીજી બીજુ ગેહલોત સરકારે 1600 હેકટર જમીન આપવાનો નિર્ણય કર્યો છે. 4 દિવસ પહેલા યોજાયેલી રેલીમાં રાહુલે કેન્દ્ર સરકારના બહાને અદાણી જૂથને ઘેર્યું હતું. હવે બુધવારે મળેલી ગેહલોત કેબિનેટની બેઠકમાં જમીન ફાળવણીને લીલી ઝંડી આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. અદાણી ગ્રુપ અને રાજસ્થાન સરકારે સોલાર પાર્ક માટે સંયુક્ત સાહસ કંપનીની રચના કરી છે. આ જ કંપનીને જમીનની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી છે.

જોકે રાહુલ ગાંધીએ આ બંને ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યાના ચાર જ દિવસમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રૂપને 1500 મેગાવોટનો સોલર પાર્ક બનાવવા માટે 1600 હેકટર જમીન આપવાનો નિર્ણય લીધો છે.જોકે એ પછી હવે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના આ પ્રકારના વિરોધાભાસી વલણને લઈને ચર્ચાઓ શરુ થઈ છે.

સોલર પાર્ક માટે અદાણી ગ્રુપ અને રાજસ્થાન સરકારે ભાગીદારી કરી છે.આ માટે એક જોઈન્ટ વેન્ચર કંપની બનાવવામાં આવી છે.આ કંપનીને 1600 હેટકર જમીન આપવામાં આવી છે.જે અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલી છે.ગહેલોટ કેબિનેટ દ્વારા બુધવારે પાંચ નિર્ણયો લેવાયા હતા.જેમાં ચાર નિર્ણય જમીન ફાળવવાને લગતા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું – PM સવારે ઉઠતાની સાથે જ કહે છે કે અદાણી-અંબાણીને શું આપવું?

રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરે જયપુરમાં કોંગ્રેસની રેલીમાં અદાણી-અંબાણીને ફાયદો પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું- એરપોર્ટ, કોલસાની ખાણ, સુપરમાર્કેટ, જ્યાં જુઓ ત્યાં બે જ લોકો હશે. અદાણીજી-અંબાણીજી. ભૂલ તેમની થોડી છે. વડા પ્રધાનની ભૂલ છે. જો કોઈ તમને મફતમાં કંઈક આપે, તો શું તમે તેને પાછું આપશો? વડાપ્રધાન 24 કલાક આ જ વિચારે છે. સવારે ઉઠતાની સાથે જ તેઓ કહે છે કે અદાણી-અંબાણી ને શું આપવું? ચાલો આજે એરપોર્ટ આપીએ.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી