September 19, 2021
September 19, 2021

CM વિજય રૂપાણીને મળેલી ભેટની 13 સપ્ટેમ્બરે કરાશે હરાજી

હરાજીથી પ્રાપ્ત થનાર રકમ કન્યા કેળવણી નિધિમાં કરાશે દાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હવે તેમણે મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના પાછળ વાપરવામાં આવશે.

આગામી સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મળેલી ભેટ-સોગાદની અમદાવાદ ખાતે હરાજી યોજવામાં આવશે. જેના થકી પ્રાપ્ત થનાર રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરાવાશે .

રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે જયારે વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલ ભેટ –સોગાદની હરાજી કરવામાં આવતી હતી અને તેનાથી મળતા નાણાંનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરાતો હતો. ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે પ્રસિદ્ધ કરેલ એક યાદી અનુસાર વિવિધ કાર્યક્રમ અને પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદનું ૧૩ સપ્ટેમ્બર સોમવારના રોજ અમદવાદમાં પ્રદર્શન યોજાશે અને પછી હરાજી પણ યોજવામાં આવશે. જેના થકી મળનારી રકમ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિની યોજનામાં વાપરવામાં આવશે. સમગ્ર હરાજી કાર્યક્રમનું સંચાલન અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે દ્વારા કરવામાં આવશે.

 9 ,  1