દાહોદ બસ સ્ટેન્ડમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધીને યુવતીએ કરી લીધો આપઘાત

યુવતીના હાથ પર, મારા મોતની જવાબદાર હું છું, તેમ હિન્દી ભાષામાં લખાણ નજરે પડ્યું

દાહોદ શહેરના બસ સ્ટેશની વર્ક શોપની પાછળના ભાગે એક ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથેજ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી યુવતીના વાલીવારસની શોધખોળનો ધમધમાટ આરંભ કર્યાે છે.

ગઇકાલે વહેલી સવારે એક તરફ દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોનો ઘસારો હતો ત્યારે બીજી તરફ બસ સ્ટેશનના વર્કશોપની પાછળના ભાગે અજાણી યુવતીની લાશ ઝાડ પર લટકતી જાેવા મળતાની સાથે જ મુસાફરો સહિત એસ.ટી.વિભાગ આલમમાં સ્તબ્ધતા સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો. દાહોદ શહેર પોલીસને પણ જાણ થતાં પોલીસ સ્ટાફ સ્થળ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવી હતી ત્યારે આ યુવતીના હાથ પર, મારા મોતની જવાબદાર હું છું, તેમ હિન્દી ભાષામાં બાલેપેનથી લખાણ નજરે પડ્યું હતું. લગભગ આ યુવતી સરહદી વિસ્તારની પણ હોઈ શકે તેવા અનુમાનો સાથે પોલીસે આ યુવતીના સ્વજનોને શોધખોળનો આરંભ કરી દીધો છે. ત્યારે બસ સ્ટેશન વિસ્તારના મુસાફરો સહિત આલમમાં અનેક ચર્ચાઓએ પણ જાે પકડ્યું છે.

સાચે જ આ યુવતીએ આત્મહત્યા કરી હશે કે? કોઈકે તેની હત્યા કરી લાશને લટકાવી દીધી હશે? કે પછી શું યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ જે કંઈ પણ હોય સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ સામે આવે તેમ છે. આ તમામ પાસાઓ પર હાલ પોલીસે તપાસનો આરંભ કર્યાે છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર