સુરત : પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ..! ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્યો

પ્રેમિકાના ભાઈએ મિત્રો સાથે મળીને યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. એક પછી હત્યાની ઘટનાઓ સામે આવતાં પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં પાંચ હત્યાઓની ઘટનાઓ સામે આવી છે. બદમાશોને જાણે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ સરેઆમ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં ડીંડોલી વિસ્તારમાં પ્રેમિકાના ભાઈએ એક યુવાનને બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા કરી છે.

યુવતીનાં ભાઇએ જ પોતાના મિત્રો સાથે મળીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્યો હતો. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. હાલ ડીંડોલી પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલીમાં હરીદ્વારનગર સોસાયટીમાં રહેતો કપીલ સુદામ સિરસાઠની આશરે 9 વાગ્યાના સુમારે આરોપી ગણેશ હિંમત ચિત્તે( રહે. હરીદ્વાર સોસાયટી,ડિંડોલી) અને તેના બે મિત્ર સાથે મળીને ડિંડોલીમાં જ સાંઈનગરમાં મહાદેવ કિરાણા સ્ટોર પાસે જાહેરમાં કપીલને ચપ્પુના ઉપરા-છાપરી દસેક ઘા મારીને નાસી ગયા હતા.

કપિલ સુદામ શિરશાથને છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ નિયમિત રીતે મોબાઇલ પર વાત કરતા રહેતા હતા. જો કે યુવતીનાં ભાઇ ગણેશ ચિત્તેને ખબર પડી ગઇ હતી. ગણેશે પોતાની બહેનની દુર રહેવા કપિલને આ ધમકી પણ આપી હતી.

ગણેશે ઠપકો આપ્યા બાદ કપિલ નિયમિત રીતે તેની પ્રેમિકાને મળતો હતો. જેથી ઉશ્કેરાયેલા ગણેશે ગત્ત રાત્રે બે મિત્રો સાથે મળીને કપિલ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની હત્યા કરી દીધી હતી. 

હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ડીંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી ગણેશ સહિત ત્રણની ધરપકડ કરી લીધી હતી.

 98 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર