જ્યારે કચ્છ માટે આપત્તિ આશિર્વાદરૂપ નિવડી..!

સજા માટેનું કચ્છ આજે સુંદર અને સોહામણું બન્યું તે માટે આપત્તિ અવસરમાં પલટાઇ..

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા..ની ગૂંજ દુનિયામાં પહોંચી..

કચ્છના પુનનિર્માણ માટે નરેન્દ્રભાઇ મોદીને જશ જાય છે..

અમિતાભ બચ્ચન કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…! તેમની આ અપીલ સાંભળીને પ્રવાસનના શોખીનો કચ્છ જોવા જાય છે. પણ 26, જાન્યુ. 2001 પહેલા કોઇ કચ્છ જવા તૈયાર નહોતા. સરકારી તંત્રમાં વુ વલણ હતું કે કોઇને શિક્ષા કરવી હોય તો તેની બદલી કચ્છમાં કરી દેવાતી. કચ્છમાં પોસ્ટીંગ એક પ્રકારે સજા ગણાતી. તે વખતે કચ્છમાં પાણા-રોજગારી-ઉદ્યોગનો અભાવ હતો. કચ્છ એટલે મુશીબતોનો ઢગલો. પણ બરાબર બે દાયકા પહેલા આજના જ દિવસે કચ્છ સહિત અન્યત્ર વિનાશકારી ભૂકંપ આવ્યો અને કચ્છની દશા અને દિશા બદલાઇ ગઇ. જાણે કે એ ભૂકંપમાં કચ્છના નશીબ આડેથી પાંદડુ ધીમે રહીને હટી ગયું. અને આજે ગુજરાતમાં-દેશમાં અસાંજો કચ્છ…. કચ્છની બોલબાલા થઇ રહી છે તેનો શ્રેય જો કોઇને જાય છે તે તે તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને.

આપત્તિ કે મુશીબત નુકશાન લઇને આવે તે જગજાહેર છે અને કચ્છમાં 20 વર્ષ પહેલા આવેલા એ ભૂકંપની આપત્તિને અવસરમાં બદલીને ભૂકંપના કાટમાળમાંથી કચ્છની કાયાપલટ થઇ તે પણ જગજાહેર છે. ભૂકંપ પહેલાનું કચ્છ અને ભૂકંપ પછીનું કચ્છ…એક નજર….

કચ્છમાં આવેલ ગોજારા ભૂકંપ બે દાયકાઓ બાદ પણ દરેક લોકોનું કાળજું કંપી ઉઠે છે

સવારનો ૮:૪૫ વાગ્યાનો સમય તારીખ ૨૬મી જાન્યુઆરી 2001 અચાનક ઘરા ધ્રુજવા લાગી અને લોકો સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે ત્યારે 7.4 રિખટર સ્કેલના ભૂકંપે અનેક પરિવારોના સ્વજનોથી વિખુટા પડી ગયા અને સદાને માટે પોતાની આંખો બંદ કરી દિધી અને કચ્છના અનેક પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો ત્યારે મોટી મોટી બિલ્ડીંગોને લોકોએ પતાના મહેલની જેમ ધરાશાયી થતા જોઈ અને આકાશમાં ઘુડની ડમરીઓ ઉડવા મંડી એક તરફ દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મગ્ન હતું અને બીજીતરફ અનેક લોકો નિંદ્રામાં જ દુનિયા છોડી દીધી.

ત્યારે કચ્છ દેશ અને દુનિયાથી સંપર્ક વિહોણું બની ગયું અનેક સેવા ભાવી લોકોને આ ગોજારા ભૂકંપની જાણ થતા ઠેરઠેર બચાવ કામગીરી શરૂ કરી દિધી અને કાટમાળમાં દબાયેલા પોતાના સ્વજનોને હેમખેમ બહાર કાઢવા લોકો રાજકીય અગ્રણીયો અને તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યાં હતાં તો શેરીઓ અને બજારોના રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. તેવા સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પણ ધરાસાઈ થઈ જતા તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ મુલાકાતીઓ અને સ્ટાફના લોકો મૃત્યુ પામ્યાં. આવા ગોજારા સમયે ભુજમાં લેવા પટેલ હોસ્પિટલ અડીખંભ ઉભી હતી તે સમયે ભૂકંપના પ્રકોપથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યાં તેવા પીડિત લોકોની સારવાર લેવા પટેલ હોસ્પિટલ ખાતે સારવાર મળી અને ત્યારે પણ નાનામોટા કંપનો ચાલુ રહેતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ રહ્યાં હતાં.

સરકાર તરફથી વધુ ઇજાગ્રસ્ત પીડિત લોકોને એરોપ્લેન દ્વારા પુના, મુંબઈ અને મોટા શહેરોનો હોસ્પિટલ ખાતે રીફર કરાયા તેવા સમયે સંપર્ક વિહોણા કચ્છની આવી ગોજારી અવદશાના સમાચારો દેશ અને દુનિયાને મળી ગયાં ત્યારે જ કચ્છની ઓળખ આમ જોઈએતો ક્યારેય બેઠું નહિ થઈ શકે અને અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો કડકળતી ઠંડી વચ્ચે દેશ અને દુનિયામાં ફરતા થયાં રાત્રે ચોરીની પ્રવૃતિઓ રોકવા પોલીસ અને ફળિયાના જાગૃત નાગરિકો પહેરો ભરતા દિવસો સુધી લાઈટ વિના રસ્તાઓપર લોકો સુઇ જતા અને દેશ વિદેશમાંથી અનાજના વિમાનો કચ્છમાં આવવા મંડ્યા અને કચ્છના નાગરિકોને રાશનકીટો, ગરમ ધાબડા અને સરકાર તરફથી કેશ ડોલ્સની રાહત અપાઈ કડકળતી ઠંડીના દિવસોમાં સમગ્ર કચ્છમાં રંક જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં.

ત્યારે બી.એ.પી.રસ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામીની આંખોપણ ભરાઈ ગઈ તેજ સમયે બાપાએ આદેશ કર્યા કે કચ્છનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે અને ગરમ ભોજન,ચા , નાસ્તો મળી રહે તેમાટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરાઈ અને બીજી અનેક સંસ્થાઓ દાતાઓના સહયોગથી સ્વાવણી સરવાણીઓ મહેકવા મંડી ત્યારે વળી આવીજ કડકળતી ઠંડી વચ્ચે બે દિવસ અગાઉ કચ્છમાં 3.7નો કંપન રાપરથી 20 કી.મી દૂર નોંધાયેલા કેન્દ્ર બિંદુ નોંધાયો ત્યારે ફરી લોકોમાં 26મી જાન્યુઆરી 2001ની યાદ તાજી થઈ હતી અને લોકોમાં આજ પણ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે.

આજે ભૂકંપના 20 વર્ષે પણ અનેક લોકોની આંખો ભીંજાય છે અને પોતાના ગુમાવેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગોજારા ભુકંપની યાદ તાજી થઈ ઉઠે છે ત્યારે કચ્છના અંજાર ખાતે બાળકોની રેલીપર કુદરતે કહેર વર્ષાવતા 400 વિદ્યાર્થીઓએ દુનિયાને અલવિદા કરી હતી ત્યારે સરકારે આ બાળકોની યાદમાટે બાળસ્મારક બનાવવાની જાહેરાત કરી હતી તે કામગીરી પૂર્ણ કરવા ગોકળગતિએ કામ ચાલુ છે ત્યારે ભચાઉ તાલુકાનું આધોઇ અને ચોબારી ગામ સંપૂર્ણ ધ્વંશ થઈ ગયું હતું.

આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું ત્યારે આજે પુનર્વશનની કામગીરી ચાલુ કરાઈ અને વિકાસની હરણફાળ આજે કચ્છની ધરાપર અવિરત ચાલી રહી છે જે કચ્છ આજથી બે દાયકા પૂર્વે દ્રશ્યમાન થતું હતું તેના કરતા આજે સુશોભિત થઈ ઉઠ્યું છે. કચ્છના ખમીરવંતા નાગરિકો આજે પુનઃ બેઠા થયાં પરંતુ ગોજારા ભુકંપને અને પોતાના સ્વજનોને ગુમાવી દેનારા અનેક પરિવારો આ કાળમુખા દિવસને ભૂલી નથી શકતા ત્યારે કચ્છ સહિત સમગ્ર દેશ આ ગોજારા દિવસને ક્યારેય ભુલાવી નહિ શકે…

દિનેશ રાજપૂત

 42 ,  1