ઈન્ટર્ન તબીબોની માંગ સરકારે સ્વીકારી, હવે 18000 સ્ટાઇપેન્ડ મળશે

ઇન્ટર્ન તબીબો અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં ઇન્ટર્ન તબીબોના હકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઇન્ટર્ન તબીબોના વેતનમાં વધારો કરાયો છે. ઇન્ટર્ન તબીબોને હવે 18,000 રૂપિયા વેતન મળશે. પહેલા 12,800 રૂપિયા વેતન મળતું હતુ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઇન્ટર્ન ડોક્ટરોએ પોતાની માંગોને લઇને હડતાલ કરી હતી. નીતિન પટેલે વિશ્વાસ અપાવતા ઇન્ટર્ન તબીબોએ હડતાલ સમેટી હતી.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર