September 23, 2021
September 23, 2021

કોરોનાના કેસો ઓછા થતાં સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા

ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકાશે

ગુજરાત સરકારે આજે રાત્રિ કર્ફ્યૂને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આવતી કાલથી આ જાહેરનામું અમલમાં આવશે. આઠ મહાનગરના લોકોને રાત્રિ કર્ફ્યૂ વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. 

આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. તો અમદાવાદ સહિત 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં એક કલાકનો ઘટાડો કરાયો છે. 31 જુલાઈથી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ.

આ 8 મહાનગરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘરખમ ઘટાડો થતા જાહેર કાર્યક્રમ માટેના નિયમો પણ હળવા કરાયા છે. હવે જાહેર કાર્યક્રમમાં 400 લોકો હાજર રહી શકશે. અગાઉ 200 લોકો થઈ શકતા હતા સામેલ. જો બંધ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહનું આયોજન કરી શકાશે. તમામ નવી છુટછાટનો 31મી જુલાઈથી અમલમાં આવશે.

 12 ,  1