કાપડના વેપારીઓની માંગ સામે આખરે સરકાર ઝૂકી, 5 ટકા GST યથાવત

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

આજે દિલ્લીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક મળી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો.

GST વધે તો કાપડ વેપારીઓને શું અસર થતી હતી
કાપડ પર લાગતા GST માં સરકારે 12 ટકા કરતા કાપડના વેપારીઓ રોષે ભરાયા હતા.GSTમાં થયેલા વધારાના કારણે રો મટેરિયલના ભાવ વધી જાત જેનાથી કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થવાનો ડર હતો. તેનાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવાની ફરજ પડી જાત.કાપડ પર લાગતા GST કરાયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કાપડાના વેપારીઓએ રજૂઆત કરી હતી.અગાઉ કાપડ ઉપર 5 ટકા GST લાગતો હતો જે વધારીને 12 ટકા કરવામાં આવ્યો હતો. જે નિર્ણય કાલથી લાગુ પણ પડવાનો હતો પણ હાલ 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

1 જાન્યુઆરી, 2022 કઈ વસ્તુઑમાં GST વધવાની જાહેરાત છે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં 1 જાન્યુઆરી, 2022થી મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. તેમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવતી પરિવહન અને સેવાઓ પર ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટરો પર કર જવાબદારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સટાઇલ સેક્ટરમાં ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે, જેમાં તમામ પ્રકારના ફૂટવેર પર 12 ટકા જીએસટી લાગશે, જ્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિત તમામ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ (કોટન સિવાય) 12 ટકા જીએસટી લાગશે. પણ હવે સરકારે જાહેરાત કરી છે કે ટેક્સટાઇલ સેક્ટરમાં જે જીએસટી વધારો કરવામાં આવ્યો હતો તે પરત લેવામાં આવે છે.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી