સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં રૂપાણી સરકારે કર્યો વધારો

સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ મામલે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ દિવાળી પહેલા જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને બોનસ અને મોંઘવારી ભથ્થા ચુકવવા માટે 464 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર 3 મહિનાનું મોંઘારી ભથ્થું પણ ચુકવશે. મોંઘવારી ભથ્થાની 6 મહિનાની રકમ બાકી હતી. આ રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.

 73 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર